ગુજરાત ભૂમિ, કાલાવડ
કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ નાં આધારે જી.ટી.એલ લીમીટેડ કંપનીનો લોખંડનો મોબાઇલ ટાવર કિં.રૂ.૫,૨૦,૦૦૦/- તથા લોખંડના સળીયા વાળો ગેટ કિં.રૂ.૩૦૦૦/- તથા ફેંસીંગના તાર કિં.રૂ.૨૦૦૦/- મળી કુલ મુદામાલ કિં.રૂ.૫,૨૫,૦૦૦/- ની ચોરી થયેલ હોય જે ગુનો વણ શોધાયેલ હોય જે ગુનાના આરોપી તથા ચોરી થયેલ મુદામાલને શોધી કાઢવા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જામ. ગ્રામ્ય વિભાગ વરૂણ વસાવા તથા સર્કલ પો.ઇન્સ.નાઓના માર્ગદર્શન મુજબ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના થાણા અધિકારી પો.સ.ઇ. એચ.વી.પટેલ સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા.
જે દરમ્યાન પો.સબ.ઇન્સ એચ.વી.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. અલ્તાફભાઇ સમા ને બાતમી મળેલ કે આ કામના પ્લોટ માલીક રણછોડભાઇ ભુટાભાઇ અકબરી એ આ કામે મોબાઇલ ટાવરની ચોરી કરી અને પોતાની વાડીએ ચોરીનો મુદામાલ સંતાળેલ હોવાની બાતમી આધારે આરોપી રણછોડભાઇ ભુટાભાઇ અકબરી રહે.નવાગામ વાળાને આ કામે ચોરીના મુદામાલ સાથે પકડી તપાસ દરમ્યાન અન્ય આરોપીઓના નામ ખુલતા નીચે જણાવેલ આરોપીઓને આ કામે પકડી ચોરીનો મુદામાલ રીકવર કરેલ છે.
પકડાયેલ આરોપીઓમાં (૧) રણછોડભાઇ ભુટાભાઇ અકબરી જાતે-પટેલ ઉવ.૫૮ ધંધોખેતી રહે.નવાગામ તા.કાલાવડ જી.જામનગર વાળા પાસેથી આ કામેચોરીનો મુદામાલ કિં.રૂ.૯૭,૭,૫૦/- નો કબ્જે કરવામા આવેલ છે. (ર) રીજવાન હારૂનભાઇ ધારીવાલા જાતે-મેમણ ઉવ.૩૧ ધંધો.શાકભાજીનો રહે.પંજેતર નગર, કલ્યાણેશ્વર મંદીરની બાજુમાં, કાલાવડ જી.જામનગર વાળા પાસેથી આકામે ચોરીનો મુદામાલ કિં.રૂ.૪૦,૦૦૦/- નો કબ્જે કરવામા આવેલ છે. રીકવર થયેલ કુલ રૂ.૧,૩૭,૭૫૦/- નો મુદામાલ જપ્ત કરાયો. આ કામગીરી કરનાર ટીમના અધિકારી/કર્મચારીઓ માં P.S. એચ.વી. પટેલ, H.C. વી.વી.છૈયા, P.C માલદેવસિંહ ભરતસિંહ ઝાલા, P.C. અલ્તાફભાઇ તારમામદભાઇ સમા, દિગ્વીજયસિંહ, મજબુતસિંહ જાડેજા, P.C કુલદીપસિંહ ચંદુભા જાડેજા નાઓએ કરેલ