જુનીયર ક્લાર્ક (વહીવટ/ હિસાબ) સવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રો અને O.M.Rના શ્રેડીંગ(નાશ કરવાની)ની કાર્યવાહી હાથ ધરાઈ

Views: 60
0 0

Read Time:1 Minute, 36 Second

ગુજરાત ભૂમિ,ભરુચ

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનીયર ક્લાર્ક (વહીવટ/ હિસાબ) સવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા યોજાનાર હતી જે અગમ્ય કારણોસર રદ કરવામાં આવી હતી. જેમાં ભરુચ જિલ્લાના કુલ-૩૬ પરીક્ષા કેંદ્રો ખાતે પરીક્ષા યોજાનાર હતી. જેમા કુલ ૧૧૪૦૦ ઉમેદવાર બેસનાર હતા.અગમ્ય કારણોસર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરના સ્ટેટમેન્ટ તા.૨૯/૦૧/૨૦૨૩ થી આ સ્પર્ધાત્મક પરીક્ષા મંડળ દ્વારા “મોકૂફ” રાખવામાં આવેલ હતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની કચેરીના દ્વારા આ પરીક્ષાના પ્રશ્નપત્રો અને ઓ.એમ.આરના સીલબંધ બોક્સ જિલ્લા કક્ષાએ જ શ્રેડીંગ /નાશ કરવા જણાવેલ હતું. જે અનુસંધાને આજે જિલ્લા પંચાયત, ભરુચ ખાતે જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ વી ડાંગીની ઉપસ્થિતિમાં આ પરીક્ષાના પ્રશ્નપત્રો અને ઓ.એમ.આર. તથા અન્ય સાધનીક સામગ્રીનુ શ્રેડીંગની કાર્યવાહી શરુ કરવામાં આવેલ હતી. આ વેળાએ જિલ્લા પંચાયતની વહીવટી શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *