રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે એશિયાઇ સિંહએ સિંહ બાળને જન્મ આપ્યો

Views: 65
0 0

Read Time:4 Minute, 44 Second

ગુજરાત ભૂમિ, રાજકોટ

           રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે તા. ૧૨-૦૨-૨૦૨૩નાં રોજ એશિયાઇ સિંહએ સિંહ બાળને જન્મ આપ્યો હતો તેમ, મેયર ડૉ. પ્રદિપડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને બાગબગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગોસ્વામીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

ઝૂ ખાતે એશિયાઇ સિંહ બાળ ૦૧નો જન્‍મ : 

એશિયાઇ સિંહ નર હરીશ તથા માદા સિંહણ સ્વાતીના સંવનનથી ૧૦૫ ‍દિવસના ગર્ભાવસ્‍થાના અંતે સિંહ માદા સ્વાતી દ્વારા તા.૧૨/૦૨/૨૦૨૩ના રોજ બપોર પછીના સમયે સિંહ બાળ જીવ ૦૧(એક)નો જન્‍મ થયેલ છે. માતા સ્વાતી દ્વારા બચ્‍ચાંની પૂરતી કાળજી રાખવામાં આવે છે. હાલ માતા તથા બચ્ચું બન્ને તંદુરસ્‍ત છે.  ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્‍ચાંનું સીસીટીવી દ્વારા રાઉન્‍ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવે છે.

સિંહણ સ્વાતીએ આ બીજી વખત બચ્ચાને જન્મ આપેલ છે. અગાઉ તા.૨૪/૦૯/૨૦૧૪ના રોજ સિંહ નર “નીલ”  સાથેના સંવનનથી ત્રણ સિંહ બાળને જન્‍મ આપેલ હતા. સામાન્‍ય રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્‍ચાંને જન્‍મ આ૫તા હોય છે. ખૂબજ ઓછા કિસ્‍સામાં એક બચ્‍ચું અથવા ચારથી પાંચ બચ્‍ચાંઓ જન્‍મતા હોય છે. 

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ એશીયાઇ સિંહ તથા સફેદ વાઘને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે એશીયાઇ સિંહ બાળ–૦૧નો જન્મ થતા એશીયાઇ સિંહની સંખ્યા ૧૫ થઇ ગયેલ છે. જેમાં પુખ્ત નર-૦૫, પુખ્ત માદા-૦૯ તથા બચ્ચા-૦૧નો સમાવેશ થાય છે.

રાજકોટ ઝુ ખાતે નવા જન્મેલ સિંહ બાળ સહિત અત્યાર સુધીમાં કુલ ૫૦ (પચાસ) સિંહબાળનો જન્મ થયેલ છે. જેની વિગત નીચે મુજબ છે.

વર્ષ  સંખ્યા વર્ષ  સંખ્યા

૧૯૯૨-૯૩ ૦૨ ૨૦૧૧-૧૨ ૦૯

૨૦૦૪-૦૫ ૦૨ ૨૦૧૩-૧૪ ૦૫

૨૦૦૬-૦૭ ૦૧ ૨૦૧૪-૧૫ ૧૦

૨૦૦૭-૦૮ ૦૭ ૨૦૧૬-૧૭ ૦૩

૨૦૦૮-૦૯ ૦૬ ૨૦૨૨-૨૩ ૦૧

૨૦૦૯-૧૦ ૦૪ કુલ  ૫૦

વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના ઘણા ઝૂને સિંહ આપી બદલામાં મહત્વના બીજી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવવામાં આવેલ છે. જેમાં મૈસુર ઝૂ, હૈદરાબાદ ઝૂ, છતબીર ઝૂ – પંજાબ, લખનવ ઝૂ, ભીલાઇ ઝૂ – છતીસગઢ, અમદાવાદ ઝૂ, સક્કરબાગ ઝૂ – જુનાગઢ વિગેરેનો સમાવેશ થાય છે.  હાલ ઝૂ માં જુદી જુદી ૬૦ પ્રજાતિઓનાં કુલ-૫૨૫ વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનીક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *