ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન “શ્રી રામ ડેરી ફાર્મ”, સોમનાથ સોસાયટી-૩, શેરી નં.૧, રાજકોટ ખાતે તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલ વાસી મીઠાઇ તથા વાસી મલાઈનો કુલ મળી- ૨૦ કિ.ગ્રા. જથ્થો મળી આવતા તે માનવ આહાર માટે અયોગ્ય હોય સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીમાં હાઇજિનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.
- ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના સેટેલાઈટ ચોક, જૂનો મોરબી રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૧૬ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન કુલ ૦૩પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
- ચકાસણી કરેલ ધંધાર્થીઓની વિગત :-
ફૂડ વિભાગ દ્વારા શહેરના સેટેલાઈટ ચોક, જૂનો મોરબી રોડ વિસ્તારમાં આવેલ (૧)સપના કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨)પટેલ પ્રોવિજન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩)જલારામ પાણીપૂરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા (૪)નાગબાઈ ડેરી ફાર્મ (૦૫)માહિ ફરસાણ & સ્વીટ માર્ટ (૦૬)ન્યુ રાધવ મેડિકલ સ્ટોર્સ (૦૭)બાલાજી પાન & કોલ્ડ્રિંક્સ (૦૮)શિવ ગાંઠિયા & ફરસાણ માર્ટ (૦૯)કેશવ ટી સ્ટોલ (૧૦)કૃષ્ણમ ડેરી ફાર્મ (૧૧)મિલન ખમણ (૧૨)રંગોલી બેકરી (૧૩)પટેલ મેડિસીન્સ (૧૪)સાગર સરબતવાળા & આઈસ્ક્રીમ (૧૫)શ્રી ગેલમાં ડેરી ફાર્મ ની ચકાસણી કરવામાં આવેલ.
- નમુનાની કામગીરી :-
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨ નમૂના લેવામાં આવેલ :-
(૧)KAKA FILTERED GROUNDNUT OIL (FROM 5 LI. PACK JAR): સ્થળ – ભાવેશ એજન્સી, 1-જલારામ પ્લોટ કોર્નર, યુનિવર્સિટી રોડ, રાજકોટ.
(૨)NANDINI DICED MOZZARELLA CHEESE (FROM 1 KG. PACK): સ્થળ -સુમી એન્ટરપ્રાઇઝ, “શિવ શક્તિ”, અક્ષરનગર-૨, લાખના બંગલો સામે, ગાંધીગ્રામ, રાજકોટ