ગુજરાત ભૂમિ, સોમનાથ
પ્રથમ જ્યોતિલિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના દર્શને પ્રતિવર્ષ કરોડો શ્રદ્ધાળુ આવે છે. દિવ્યાંગ,અને અશક્ત શ્રદ્ધાળુઓ સિનિયર સિટીઝનને પરિસરના પ્રવેશદ્વાર થી સોમનાથ મંદિર સુધી લાવવા અને પરત લઈ જવા માટે ઇલેક્ટ્રોનિક ગોલ્ફ કાર્ટ સેવા આપવામાં આવે છે. આ સેવાનો લાભ અત્યારસુધીમાં અનેક શ્રદ્ધાળુઓ લઈ ચૂક્યા છે.
ત્યારે સોમનાથ ટ્રસ્ટની આ માનવતા સભર સુવિધા થી પ્રભાવિત થઈને સીટી યુનિયન બેંક દ્વારા બે અધ્યાધુનિક વિદ્યુત ઉર્જા સંચાલિત ગોલ્ફકાર્ટ સોમનાથ ટ્રસ્ટ ને અર્પણ કરવામાં આવી હતી. આતકે ગિરસોમનાથ જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે 2 ગોલ્ફકાર્ટનું મંદિર પરિસરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ તકે ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ, સીટી યુનિયન બેન્ક તરફથી કે.રામકૃષ્ણન અને ભવાની સોની સહિતના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.