0
0
Read Time:1 Minute, 0 Second
ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓ ઘર-આંગણે મિલ્કત-વેરો /પાણી ચાર્જીસની રકમ ભરપાઇ કરી શકે તે માટે મોબાઇલ રીકવરી વાન ચાલુ કરવામાં આવેલ છે, કરદાતાઓ પોતાના વેરાની રકમ સ્થળ પર જ ચેકથી ભરપાઇ કરી શકશે અને રીસીપ્ટની કોપી તાત્કાલીક કરદાતા દ્વારા આપવામાં આવેલ વોટસઅપ મોબાઇલ નંબર પર PDF ફોરમેટમાં મોકલી આપવામાં આવે છે.
આજ રોજ માધાપર ગામ વિસ્તાર, વાવડી ઇન્ડ. વિસ્તાર તથા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં બપોરે ૦૧:૦૦ કલાક સુધીમાં કુલ-૧૯ કરદાતાઓએ રકમ રૂ. ૪.૯૭ લાખ વેરો ભરપાઇ કરી આ સુવિધાનો લાભ લીધેલ છે.