જગત શિવ શક્તિ મય છે…. જ્યાં બીરાજે મહાદેવ હોય ત્યાં માતા શક્તિ પણ સાથે હોય છે…
ગુજરાત ભૂમિ, સોમનાથ
શ્રી સોમનાથ મંદિર ખાતે માતા વાઘેશ્વરી માતા ના સાનિધ્યમાં ચાલી રહેલ દેવી ભાગવત કથાના છઠ્ઠા દિવસે કથામાં આજે મહિસાસુર મર્દિની માતાજીએ મહિસાસુર અસુરનો વધ કર્યાની સુંદર કથા શ્રવણ કરી ભક્તો ધન્ય બન્યા હતા.
કથા અંશ :
મહિસાસુર પુષ્કરમાં બ્રહ્માજીની પૂજા કરી, બ્રહ્માજી પ્રગટ થયા ત્યારે અસુરે અમરત્વનું વરદાન માંગેલ ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે, આ મૃત્યુ લોક છે. અહીં જે જીવ જન્મે એ મૃત્યુ પામે છે. ઘણા સમજાવ્યા બાદ મહિસાસુરે સ્ત્રી ના હાથે મારું મૃત્યુ થાય તે વરદાન બ્રહ્માજી પાસેથી મેળવ્યું, મહિસાસુર દેવતાઓથી પરાસ્ત ન થયો અને દેવો હિમાલયમાં ગયા અને સર્વે દેવોની વિનંતીથી તેજમાંથી સાક્ષાત ભગવતી નો અવતાર થયો… દેવીએ મહિષાસુરનો વધ કર્યો અને મહિસાસુર મર્દિની માતાજી કહેવાયા. મહિસાસુર છે એ મોહ છે અને મોહરૂપી મહિષાસુરનો નાશ કરનાર દેવી ભાગવતની કથા છે.
“યા દેવી પૃથ્વી લોકે કથા સ્વરૂપે સંસ્થિતા – મોહ જાય ત્યારે મોહન મળે”