Read Time:1 Minute, 19 Second
ગુજરાત ભૂમિ, રાજકોટ
“સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩” અન્વયે 3R (Reduce, Reuse and Recycle) Initiatives અંગે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તથા આરોગ્ય શાખા દ્વારા તા.૨૭/૦૧/૨૦૨૩ના રોજ શહેરના બેન્કવેટ હોલ/વાડીના સંચાલકો તેમજ જુદા-જુદા પ્રસંગોમાં કેટરિંગ સર્વીસ આપતી એજન્સીઓને માર્ગદર્શન અંગે કેમ્પ યોજાયો.
આ કેમ્પમાં તેઓ દ્વારા થતા તમામ કાર્યક્રમમાં 3R પ્રિન્સીપલનું પાલન કરી, રીયુઝેબલ કટલેરી તથા વાસણોનો ઉપયોગ કરવા તેમજ પ્રતિંબધીત પ્લાસ્ટીક અને ૨૦૦ ML કે તેથી નાની બોટલનો ઉપયોગ ન કરવા અંગેની સમજણ આપવામાં આવેલ.
આ તકે ઉપસ્થિત તમામ એજન્સીઓ દ્વારા તેઓના તમામ કાર્યક્રમોમાં 3R પ્રિન્સીપલ મુજબ ઉત્પન્ન થતાં કચરાને રીયુઝ, રીસાઇકલ તેમજ રીડયુસ કરવામાં રાજકોટ મહાનગરપાલિકાને સહકાર આપશે તેવી બાહેધરી આપવામાં આવેલ છે.