0
0
Read Time:1 Minute, 9 Second
ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
ઉના તાલુકાના શિલોજ ગામ ખાતે એસએનસી ટીબી સર્વે કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન કોમ્યુનિટી વોલન્ટીયર્સ સભ્યોને તાલુકા પંચાયત સભ્ય યોગેશ ભાઇ દ્વારા ડ્રેસ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર દિપક પરમાર દ્વારા હસ્તે તાલુકા ઓફિસર ડોક્ટર વિપુલ દુમાતર સાહેબ દ્વારા તાલુકા પંચાયતના સભ્ય યોગેશભાઈને સાલ આપીને સન્માનિત કર્યા હતા. પ્રસંગોચિત વ્યક્તવ્યમાં યોગેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આરોગ્યની ટીમ દ્વારા ઘરે ઘરે જઈ તમામ તપાસ કરવામાં આવે છે અને ખાસ કરીને ટીબીના ઝુંબેશ સર્વે કામગીરી કરી બદલ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.