ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
ગીરસોમનાથ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા દ્રીચક્રીય વાહનોની ચાલુ સીરીઝ GJ32M,N,P,Q,R,AB,AC તેમજ ફોરવ્હિલ . વાહનોની ચાલુ સીરીઝ GJ32K,AA માટેના પસંદગીના નંબરો માટેની હરાજી તા.16-01-2023 ના રોજ ખોલવામાં આવશે. તો ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-૭ માં કરાવી ઓનલાઈન http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે. આ હરાજીમાં ભાગ લેવા માટે તા.10-01-2023 (4:00pm) થી તા.12-01-2023 (03:59pm) સુધી ઓક્શન માટે ઓનલાઈન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લિકેશન કરવાની રહેશે તેમજ તા.12-01-2023 (4:00pm) થી તા.14-01-2023 (03:59pm) સુધી ઓક્શનનું બિડિંગ ઓપન થશે અને તા.16-01-2023 ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા સીએનએ ફોર્મ કચેરીમાં જમા કરાવવાનું રહેશે. ખાસ નોંધનીય છે કે જે વાહન માલીક દ્વારા સીએનએ ફોર્મ ભરેલ હશે તેવા જ વાહન માલીક ખરીદીની તારીખથી ૬૦ દિવસ સુધી હરાજીમાં ભાગ લઇ શકશે તેમજ સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે અને ઓક્શન બિડિંગમાં ભાગ લેનાર અરજદારે સીરીઝ ખુલ્યાની તારીખથી દિવસ-૩(ત્રણ)માં બિડિંગ મુજબના નાણા ઓનલાઇન ભરવાના રહેશે તેમજ તે અંગેની જાણ કચેરીને કરવાની રહેશે અન્યથા જેતે નંબર મળવાપાત્ર રહેશે નહી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા એક અખબાર યાદીમા જણાવવામાં આવ્યુ છે.
