ગુજરાત ભૂમિ, સોમનાથ
સોમનાથ મંદિર પરીસરમાં ચાલી રહેલ શ્રી મદ્ દેવી ભાગવક કથા ના ચતુર્થ દિવસે નવદુર્ગા માતાનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો હતો. આજરોજ નાની બાળાઓ શણગાર થી સજ્જ થઇ મંડપમાં બીરાજતા શાક્ષાત દેવી પ્રભાસની ભૂમિ માં દર્શન આપવા આવ્યા હોય તેવો આદ્યાત્મિક માહોલ રચાયો હતો. કથા ના અંશો : અયોધ્યાના રાજકુમાર સુદર્શન ખુબ દુઃખી થયા કષ્ટો અને મુશ્કેલ સહન કરી, તેઓએ માતાના બીજ મંત્ર દૈવી કૃપા પ્રાપ્ત કરી, કાશીમાં યોજાયેલ સ્વયંવરમાં જ્યારે તેઓ વિકટ પરીસ્થીતીમાં માતાને યાદ કર્યા માં દુર્ગા સ્વરૂપે કાશીમાં પ્રગટ થયા અને ભક્ત સુદર્શન ની રક્ષા કરી અને યોદ્ધાજીત અને શત્રુજીત નો વધ કર્યો. ચાર માસમાં નવરાત્રી આવે છે, શક્તિ અનુષ્ઠાનનું વિશેષ મહાત્મય રહેલુ છે. જેમાં ચૈત્ર અને આષો માસની નવરાત્રી પ્રગટ નવરાત્રી છે, જ્યારે મહા અને અષાઢમાસ ની નવરાત્રી ગુપ્ત નવરાત્રી છે. નવરાત્રીમાં ઉપવાસ, કુમારીકાઓનું પૂજન થી ઐશ્વર્યની પ્રાપ્તી થાય છે. નવરાત્રી નવદિસીય અનુષ્ઠાન કરી તેમાં નવારણ મંત્રના જાપ, ચંડીપાઠ, દુર્ગા સપ્તસતીના પાઠ કરી દશેરાએ યજ્ઞ કરી આહુતી સ્વરૂપે નવારણ મંત્ર, દુર્ગા સપ્તસતી પાઠ થી આપી શકાય. અનુષ્ઠાનની માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.