પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુપ્રસિધ્ધ પ્લેબેક સિંગર દર્શન રાવલ દ્વારા પ્રસ્તુત ‘સુનહરી સાંજ’ મ્યુઝીકલ નાઈટનું કવિ  રમેશ પારેખ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

Views: 66
0 0

Read Time:8 Minute, 6 Second

ગુજરાત ભૂમિ, રાજકોટ 

 પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુપ્રસિધ્ધ પ્લેબેક સિંગર દર્શન રાવલ દ્વારા પ્રસ્તુત ‘સુનહરી સાંજ’ મ્યુઝીકલ નાઈટનું કવિ  રમેશ પારેખ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ઘાટક ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી, મેયર ડૉ.પ્રદીપ ડવની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયેલ. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મેયર ડૉ. પ્રદીપભાઈ ડવ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી તથા નરેન્દ્રસિંહ ઠાકુર, શક્તિમાન ઇન્ડસ્ટ્રીઝના હસુભાઈ ગોહેલ, પ્રશાંત કાસ્ટિંગના શંભુભાઈ પરસાણા, સ્વાગત ગ્રુપના છગનભાઇ બુસા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમાર તથા સી.કે. નંદાણી તેમજ મહાનગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેનઓ, કોર્પોરેટરઓ તથા અધિકારીઓ ઉપસ્થિત હતા.

કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ઘાટક  શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવેલ હતું કે, રાજકોટ શહેર માટે ‘રંગીલું રાજકોટ’ એ શબ્દ સાચા અર્થમાં સાર્થક થતો દેખાય છે. નગરજનોને દેશભક્તિના માહોલમાં રંગવા માટે આવો સંગીતસભર કાર્યક્રમ યોજવા બદલ રાજકોટ મહાનગરપાલિકાના તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓને ખુબ-ખુબ અભિનંદન આપુ છું. ખુબજ ટૂંકા ગાળામાં રાજકોટ શહેરે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. રાજકોટ શહેર ખુબ નજીકના ભવિષ્યમાં ‘ડેવલપ્ડ સીટી’ તરીકે આગળ વધશે. શહેરમાં એઈમ્સ, જુદા જુદા ઓવરબ્રીજ, અન્ડરપાસ તથા આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોટ તૈયાર થઇ રહ્યું છે. ‘હેપીનેસ ઇન્ડેક્ષ’ની દ્રષ્ટીએ રાજકોટ એક રહેવાલાયક શહેર છે. આપણું રાષ્ટ્ર આર્થિક મહાસત્તા તરીકે ઝડપ ભેર મહત્વનું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનું વિઝન દેશની જનતા માટે ખુબ સુખાકારી આપનારું નીવડશે. 

 આ પ્રસંગે ઉદબોધન કરતા મેયર ડૉ.પ્રદીપભાઈ ડવ એ જણાવેલ કે,

“તન,મન,ધન અર્પિત કર દો, અભિનવ અભિયાન કો,

 વંદન કર લો અમર શહીદો કે ખુની બલિદાન કો,

 હિમ શિખરો સે ઊંચી કર દો, હિન્દુસ્તાની શાન કો,

 ઔર વક્ત પડે તો મસ્તક દે દો, ભારત કે સ્વાભિમાન કો”.

વિશ્વના ઝડપથી વિકસી રહેલ શહેરો પૈકી ૧૭માં ક્રમે રહેલ રાજકોટ શહેર વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સહયોગથી વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધા મળે તે માટે કટીબદ્ધ છે તેમજ શહેરીજનોની સુખાકારીના જુદા જુદા વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. શહેરીજનોને ફરવાના નવા સ્થળ મળે તે માટે પણ છેલ્લા ચાર માસ પહેલા અર્બન ફોરેસ્ટ ખાતે રામવનનું નિર્માણ કરેલ છે. આ ઉપરાંત આગામી સમયમાં અટલ સરોવરનું પણ લોકાર્પણ થતા શહેરને એક સુંદર ફરવા માટેનું સ્થળ મળશે. શહેરના વિકાસમાં માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારનો ખુબ જ સહકાર મળી રહ્યો છે. રંગીલા રાજકોટના શહેરીજનો તમામ તહેવારો, કાર્યક્રમો ધામધૂમથી ઉજવે છે. જે ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય પર્વ, ગુજરાત રાજયનો સ્થાપના દિવસ, હોળી ધુળેટી તથા દિવાળીના પર્વ વગેરે વખતે જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે. શહેરના યુવાનોને રમત ગમતનું પ્લેટફોર્મ મળી રહે તે માટે રેસકોર્ષ સંકુલમાં જુદા જુદા સ્પોર્ટસના મેદાનો બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત વધુ એક નવું અધ્યતન ઇન્ડોર સ્ટેડીયમ બનાવવાની કામગીરી પણ ચાલુ છે.

 ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ઓવરબ્રિજ/અન્ડરપાસની કામગીરી હાથ ધરેલ. જેમાં, હોસ્પિટલ ચોક, રામાપીર ચોકડી, નાનામવા જંકશન પરના ઓવરબ્રિજ થોડા સમય પહેલા જ માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે લોકાર્પણ કરાયેલ. આ ઉપરાંત કાલાવડ રોડ પરના કે.કે.વી.ચોક તેમજ જડુઝ ચોક ખાતેના ઓવરબ્રિજ આગામી દિવસોમાં લોકાર્પણ કરાશે.  દેશના માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીના કારણે ભારત દેશને  G-20નું યજમાન પદ મળેલ છે. જે આપણા સૌ માટે અત્યંત ગૌરવની બાબત છે. કાર્યક્રમના પ્રારંભે મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. જયારે સ્વાગત પ્રવચન મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ઘાટક ગુજરાત વિધાસભાના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરીનુ બુકે તથા મોમેન્ટો આપી મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા ધારાસભ્યઓ દ્વારા સન્માન કરવામાં આવેલ જયારે મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક દ્વારા સ્વાગત સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા તથા ડે.ચેરમેન સંજયસિંહ રાણા દ્વારા કરવામાં આવેલ. સાથો સાથ ધારાસભ્ય  ઉદયભાઈ કાનગડના જન્મદિવસ નિમિતે મહાનગરપાલિકાના પદાધિકારીઓ, શહેર ભાજપના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર દ્વારા બુકે આપી શુભેચ્છા પાઠવામાં આવી હતી. જયારે આભાર દર્શન પરેશભાઈ પીપળીયા દ્વારા કરવામાં આવેલ. પ્લેબેક સિંગર દર્શન રાવલ દ્વારા છોગાળા તારા, મેં વો ચાંદ, પહેલી મહોબ્બત, તુમિલ્યા સારી કી સારી, કભી તુમે જેવા સુપ્રસિદ્ધ ગીતો દ્વારા હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને ડોલાવી દીધી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *