Views: 54
Read Time:1 Minute, 18 Second
ગુજરાત ભૂમિ, ભાવનગર
૭૪ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં તળાજાની આઇ.ટી.આઇ. ખાતે સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવશે.
આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ દ્વારા કરવામાં આવશે.
પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન ટ્રાફિક પોલીસ, પુરૂષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, મ્યૂઝિક પ્લાટુન સહિતની ટૂકડીઓ દ્વારા પરેડ કરવામાં આવશે.
આ પ્રસંગે કલેક્ટર ડી.કે.પારેખ, પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ, સહિતનાં વરીષ્ઠ અધિકારીઓ અને ગણમાન્ય નાગરીકો ઉપસ્થિત રહેશે.
Happy
0
0 %
Sad
0
0 %
Excited
0
0 %
Sleepy
0
0 %
Angry
0
0 %
Surprise
0
0 %