ગુજરાત ભૂમિ, ભુજ
આજરોજ ભુજ ખાતે ભુજ તાલુકાના નાગરીકો માટે ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ સંદર્ભે વર્કશોપ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે ઉપસ્થિતોને માહિતગાર કરાયા હતા.
જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેઓએ ઉપસ્થિત ગામના તલાટી, સરપંચ, નાગરીકોને વધુમાં વધુ લોકો સુધી યોજનાકીય જાણકારી પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.કે.રાઠોડે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મનરેગા યોજના, એનઆરએલએમ વગેરે જેવી વિવિધ યોજનાની માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન વિનોદ ભાનુશાલી તથા આભારવિધી સચીન પંડયાએ કરી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા પંચાયતના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, ટીડીઓ વજેસિંહ પરમાર, શાસકપક્ષના નેતા મામદ જત હાજર રહ્યા હતા.