આજરોજ ભાવનગર જિલ્લામાં સ્પેશીયલ ઈમ્યુનાઈઝેશન વીકની ઉજવણીનો શુભારંભ શિહોર ખાતે કરાયો

Views: 54
0 0

Read Time:3 Minute, 12 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર 

૦-૫ વર્ષના બાળકોને વિવિધ રોગોથી બચાવવા જરૂરી તમામ રસીઓથી રક્ષીત કરવુ જરૂરી છે. આરોગ્ય વિભાગના સહીયારા પ્રયાસોથી સદર રસીકરણ કાર્યક્રમ સુચારૂ રીતે અમલમાં છે. તેમ છતા લોકોની અંધશ્રધ્ધા કે અન્ય કારણોસર ડ્રોપઆઉટ અને લેફટઆઉટ બાળકો ફીલ્ડમાં જોવા મળે છે. આવા બાળકોને રસીકરણ થકી રક્ષીત કરવાના શુભ આશ્રયથી સરકારની સુચનાનુંસાર રસીકરણનું સ્પેશીયલ ઈમ્યુનાઈઝેશન વીક તા.૨૩/૦૧/૨૦૨૩ થી ૨૮/૦૧/૨૦૨૩ દરમ્યાન મુખ્ય જિલ્લા આોરોગ્ય અધિકારી અને જીલ્લા આર.સી.એચ.અધિકારીના માગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ છે. આ અભિયાનનો આજરોજ શુભારંભ શિહોર ખાતેથી જીલ્લા આર.સીએચ અધિકારી ડો.કોકીલાબેન સોલંકી દ્રારા કરવામાં આવેલ. સદર સ્પેશીયલ ઈમ્યુનાઈઝેશન વીક દરમ્યાન ૦ થી ૫ વર્ષની ઉંમરના અંદાજીત કુલ ૧૯૪૦ બાળકોનું રસીકરણ કરવામાં આવશે.

ઉપરાંત હાલ મીઝલ્સ(ઓરી)ના શંકાસ્પદ કેસોનો જીલ્લામાં ઉતરોતર વધારો ધ્યાને આવેલ હોય ગ્રાસ રૂટ લેવલે ફીલ્ડમાં ધનિષ્ટ સર્વેલન્સ થકી નવા કેસો શોધી તેનું સત્વરે સેમ્પલીગ થકી દર્દીને શોધી રક્ષીત કરવુ જરૂરી છે. હાલ શિહોર શહેરી વિસ્તાર ખાતે કુલ ૪(ચાર) મીઝલ્સના શંકાસ્પદ કેસોની રૂબરૂ મુલાકાત લેવામાં આવેલ તેમજ સદર બાળકના રહેણાંક વિસ્તારની આજુબાજુના ૯ માસથી ૫ વર્ષ સુધીના બાળકોને શોધીને પુરક ડોઝ તરીકે વધારાનો MR તથા વિટામીન-એ અપાય જાય તે સુનિશ્ચિત કરવા સ્થાનીક આરોગ્ય કર્મચારીઓને તથા હાજર લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

સરકારનાં એનીમીયા મુકત ભારત અભિયાન અંતર્ગત ૧૦ ગ્રામ કરતા ઓછા હિમોગ્લોબીનવાળી સગર્ભા માતાઓમાં આર્યન સુક્રોઝ થેરાપીની કામગીરી સામાજીક અને વ્યવહાર પરીવર્તનથી કરવા અને જેના થકી સગર્ભા માતાઓમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધે તેનાસતત મોનીટરીંગના ભાગરૂપે સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત પણ જીલ્લા આર.સી.એચ. અધિકારી દ્વારા કરવામાં આવી હતી.

આમ, જાહેરજનતાને સરકારના સ્પેશીયલ ઈમ્યુનાઈઝેશન વીકની ઉજવણીમાં લોક ભાગીદારીથી સહયોગ આપવા અરજ કરવામાં આવેલ છે. સહયારા પ્રયાસો થકી આપણે તંદુરસ્ત આવતીકાલનું નિર્માણ કરી શકીશુ તેવુ આહવાન કરવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *