ગુજરાત ભૂમિ, સુરત
સુરત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ-૨૦૨૫-૨૬ યોજાશે.
રાજ્યના યુવક-યુવતીઓને લોકશાહી શાસન વ્યવસ્થાનું અને મતદાનનું મહત્વ સમજાવવા તેમજ ચૂંટણી વ્યવસ્થા વિષે માહિગાર કરવાના હેતુસર રાજ્યના ૧૮૨ વિધાનસભા મત વિસ્તારમાં ‘યુથ એસેમ્બલી કાર્યક્રમ-૨૦૨૫-૨૬’ યોજાશે. પ્રથમ તબક્કામાં સુરત જિલ્લાની બેઠક દીઠ ચાર વિધાનસભામાં સ્પર્ધામાં યોજાશે. જેમાંથી વિજેતા થનાર ત્રણ સ્પર્ધકો જિલ્લાકક્ષાએ અને તેમાં પ્રથમ ક્રમ મેળવનાર સ્પર્ધક રાજ્યકક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક વિધાર્થી/ઉમેદવારો/યુવાનોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, પ્રથમ માળ, જુના સિવિલ કોર્ટ બિલ્ડીંગ, બહુમાળી કેમ્પસ, નાનપુરા, સુરતથી નિયત નમૂનાનુ ફોર્મ મેળવી તા.૨૮/૦૨/૨૦૨૬ સુધીમાં જમા કરાવવાનું રહેશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
