નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે CIN સંસ્થા વડોદરા દ્વારા સગર્ભા માતાઓની તપાસ

નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે CIN સંસ્થા વડોદરા દ્વારા સગર્ભા માતાઓની તપાસ
Views: 3
0 0

Read Time:1 Minute, 6 Second

ગુજરાત ભૂમિ, દાહોદ 

આજ રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડોદરાની CIN સંસ્થાના સહયોગથી નિષ્ણાત ગાયનોકોલોજિસ્ટ તબીબ દ્વારા આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન 40થી વધુ સગર્ભા માતાઓની ગર્ભ તપાસ કરવામાં આવી હતી.

આ ઉપરાંત કિશોરીઓની પણ તપાસ કરી તેમને જરૂરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું તેમજ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન તમામ લાભાર્થીઓની હિમોગ્લોબિન તપાસ પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગાયનોકોલોજિસ્ટ તબીબ, નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, આરોગ્ય સ્ટાફ, સગર્ભા માતાઓ તથા કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *