Read Time:1 Minute, 1 Second
ગુજરાત ભૂમિ, સુરત
સુરત શહેરના અડાજણમાં સિટી સર્વે દાખલ કરવા માટે મળેલી મંજૂરી અનુસાર ઈન્કવાયરી અધિકારી-અડાજણ-૧ ની કચેરીના શીટ નં.૬૦, ૬૫, ૬૬, ૭૦ નું પાર્ટ રેકર્ડ તૈયાર કરીને તા.૧૦/૦૨/૨૦૨૬ના રોજ ગુજરાત જમીન મહેસુલ નિયમો મુજબ પ્રમાણિત કરવામાં આવનાર છે. તૈયાર થયેલા અડાજણના રેકર્ડને ઈન્કવાયરી અધિકારી,અડાજણ-૧ની કચેરીમાં ખુલ્લું મુકવામાં આવ્યું છે, જેથી આ પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો તા.૧૦/૦૨/૨૦૨૬ સુધીમાં ઈન્કવાયરી અધિકારી-અડાજણ-૧ની કચેરી, સી બ્લોક, છઠ્ઠો માળ, બહુમાળી ભવન કેમ્પસ, નાનપુરા ખાતે લેખિતમાં રજૂ કરવા નાયબ નિયામક જમીન દફતરની યાદીમાં જણાવાયું છે.
