ગુજરાત ભૂમ, સુરત
પતંગની ઘાતક દોરીથી ઇજાગ્રસ્ત થયેલા અબોલ પક્ષીઓ અને નાગરિકોની નર્સિંગ એસો. અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા કરાયેલ વિશેષ સેવા
ઉત્તરાયણ પર્વ નિમિત્તે શહેરમાં દોરીથી ઘવાયેલા પક્ષીઓ અને ઇજાગ્રસ્ત નાગરિકોની વહારે આવવા માટે નર્સિંગ એસોસિએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-ગોપીપુરા દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલી વિશેષ હેલ્પલાઇન સેવાની તા.૧૪ જાન્યુ.ના રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે મુલાકાત લઈ સેવાકીય પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત નાગરિકોની મુલાકાત લઈ તેમના ખબર-અંતર પૂછ્યા હતા. આ ઉપરાંત, પતંગની ઘાતક દોરીથી ઇજાગ્રસ્ત થયેલા અબોલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કરવામાં આવેલી વ્યવસ્થાની પણ તેમણે પ્રશંસા કરી હતી. ઇજાગ્રસ્ત પક્ષીઓને સરથાણા બેઝ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.
