Read Time:1 Minute, 9 Second
ગુજરાત ભૂમિ, જૂનાગઢ
જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો રાજ્ય સરકારના પ્રયાસોથી વિસ્તૃત ફલક પર યોજવા જઈ રહ્યો છે, ત્યારે જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રએ મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.આ સંદર્ભમાં આજે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાની ઉપસ્થિતિમાં ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ખાસ મહાશિવરાત્રીના મેળા દરમિયાન ઉતારા મંડળ સાથે જોડાયેલી સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલનથી કામગીરી થઈ શકે, ઉપરાંત મેળા દરમિયાન આ સેવાભાવી સંસ્થાઓની જરૂરિયાતો માટે યોગ્ય વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.
