Read Time:53 Second
ગુજરાત ભૂમિ, સોમનાથ
ભારતીય ઋષિ સંસ્કૃતિનું વહન કરતી વર્ષો જૂની શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળા; જ્યાં નિત્ય વેદની ઋચા, શ્લોક, મંત્રનો ગુંજારવ થાય છે, સાથે જ અહીં વિદ્યાર્થીઓ ભારતના પૌરાણિક અને આધ્યાત્મિક જ્ઞાનને આત્મસાત કરે છે.
અહીં ઋષિ કુમારો ભારતીય સંસ્કૃતિના અભિન્ન ભાગરૂપ સંસ્કૃત સાહિત્ય, વેદ, પુરાણ, જ્યોતિષ, વૈદિક ગણિત, વાસ્તુશાસ્ત્ર, આયુર્વેદ સહિતના વિષયનો અભ્યાસ કરી રહ્યા છે. શ્રી સંસ્કૃત સોમનાથ પાઠશાળામાં ધોરણ 9થી 12 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે.
