ગુજરાત ભૂમિ, તાપી
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં ચચરબુંદા ગામે ચચરબુંદા ગામના સામાજિક આગેવાન અને આમ આદમી પાર્ટીના ઉકાઇ સંગઠન ના પ્રમુખ માર્કુશભાઈ ગામીતના જન્મદિવસ નિમિતે આજ રોજ રક્તદાન શિબિર કેમ્પ રાખવામાં આવ્યો હતો.

આ રક્તદાનમાં કુલ 105 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું જે ખુબ પ્રસંસનીય કામગીરી છે. તે ઉપરાંત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જે.કે. પેપર મીલ લિમિટેડ ના વાઇસ પ્રેસિડેન્ટ રાઘવેન્દ્ર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્યો હેતુ આદિવાસી સમાજમાં રક્તદાન નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને આજના યુવાનો રક્તદાન વિશે વધારે જાગૃત થાય અને સમાજ ને ઉપયોગી બને એ માટે માર્કુશભાઈ એ વધારે સમજાવતા જણાવ્યું હતુ કે જન્મદિવસના દિવસે આજના યુવાનો ખોટા ખર્ચાઓ કરે છે અને ખોટા રસ્તે ચાલે છે ત્યારે સમાજ માટે એક ઉદાહરણ પૂરુ પાડ્યું. જે સમગ્ર કાર્યક્રમ સૃષ્ટિ ગ્રુપ ચચરબુંદા દ્વારા સફળ કરવામાં આવ્યો.

રિપોર્ટર : રાજુ ગામીત, તાપી (સોનગઢ)
