Read Time:36 Second
ગુજરાત ભૂમિ, અરવલ્લી
અરવલ્લી જિલ્લાના સબલપુર ગામની નંદિની સખી મંડળની મહિલાઓ સ્ત્રી શક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
આ મંડળની દસ બહેનો પોતાની કલાત્મકતા અને મહેનતથી ઘરમાં પડેલા જૂના વેસ્ટ કપડાંમાંથી આકર્ષક અને રંગબેરંગી ગોદડીઓ બનાવી રહી છે. “વેસ્ટમાંથી બેસ્ટ”ના સિદ્ધાંતને અનુસરીને આ બહેનો પર્યાવરણના સંરક્ષણની સાથે આર્થિક રીતે આત્મનિર્ભર પણ બની છે.
