ગુજરાત ભૂમિ, કાલાવડ
કાલાવડ ખાતે “હિન્દ રક્ષક સંઘ” દ્વારા ૩૧મી ડિસેમ્બર નાં રોજ ‘ગૌ સેવા પર્વ’ ની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમી દેશોના તહેવાર નાં અનુકરણને છોડી દર વર્ષે ૩૧મી ડિસેમ્બરના રોજ આપણે સૌ સનાતનીઓ “ગૌ સેવા પર્વ” ની ઉજવણી કરીશું.

“હિન્દ રક્ષક સંઘ”ના સંસ્થાપક – અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ નાં માર્ગદર્શન હેઠળ તા.૩૧ ડિસેમ્બર ને બુધવાર, સવારે ૧૦:૩૦ કલાકે કાલાવડ વૃંદાવન ગૌશાળા ખાતે ‘ગૌ સેવા પર્વ’ ની વિધિવત રીતે ઉજવણી કરવામાં આવી જેમાં સૌ પ્રથમ ગૌ પૂજા, ગૌ પ્રદિક્ષણા, ગૌ માતાને લાડુ ખવડાવવું, ગૌમાતાને લીલું ખવડાવવું તેમજ રોડ પર થતા અકસ્માત થી ગૌવંશનાં રક્ષણ હેતુ રાત્રિ દરમિયાન ગૌવંશ ને રેડિયમ બેલ્ટ લગાવી ‘ગૌ સેવા પર્વ’ ની ઉજવણી કરાઈ.

આ કાર્યક્રમમાં શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર નાં પૂજારી શ્રી જીકાબાપુ, શ્રી શક્તિસિંહ જાડેજા (ગિરનારીબાપુ – ભંગડા), જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અભિષેકભાઈ પટવા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ શ્રી નીરવભાઈ ભટ્ટ, પૂર્વ શહેર પ્રમુખ શ્રી હસુભાઈ વોરા, કાલાવડ ભાજપ પદાધિકારીઓ અને શ્રી દિલીપભાઈ ચિકાણી, શ્રી જેન્તીભાઈ કામાણી, શ્રી સચિનભાઈ આસરા, શ્રી નંદાભાઈ, શ્રી કિરીટભાઈ તેમજ મોટી સંખ્યામાં સનાતની ભાઈ-બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રાત્રિ દરમિયાન રોડ પર અવરનવર ગૌવંશ સાથે થતાં અકસ્માત નાં રક્ષણ હેતુ રસ્તે રઝળતા ગૌવંશ ને ‘રેડિયમ બેલ્ટ’ બાંધવામાં આવ્યા હતા. હનુમંત સેના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સ્મિતભાઈ પટેલ, કાલાવડ તાલુકા નાં પ્રભુજી પીપળીયા પ્રા.શાળાનાં આચાર્યશ્રી જયેશભાઈ પુંભડિયા, શ્રી વિષ્ણુભાઈ ચૌહાણ, શ્રી મનોજભાઈ શુક્લ, શ્રી રાજુભાઈ નારોલા, શ્રી સાગરભાઈ ઘમ્મર, શ્રી મયુરભાઈ બારૈયા, શ્રી પ્રતીકભાઈ ગોસ્વામી, શ્રી રાહુલભાઈ ગોસ્વામી, શ્રી ધાર્મિકભાઈ ખખ્ખર, શ્રી રોનકભાઈ હીરપરા, શ્રી હરી ગઢવી, શ્રી કિલાણ ગઢવી, શ્રી રાજકારણ ગઢવી, શ્રી વાલસિંહ ગઢવી, શ્રી વિક્રમભાઈ સબાડ શ્રી આશિષભાઈ માલા, શ્રી મહેશભાઈ ગળચળ, શ્રી ભાવિનભાઈ બસિયા તેમજ બહોળી સંખ્યામાં ગૌ રક્ષકો અને ગૌ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

“હિન્દ રક્ષક સંઘ” નાં સંસ્થાપક ડૉ. સીમાબેન પટેલ દ્વારા “ગૌ સેવા પર્વ” ઉજવણીમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, સહકાર આપનાર શ્રી દિલીપભાઈ પટેલ (રસરંજન), શ્રી ગિરીશભાઈ વ્યાસ, શ્રી ભાવેશભાઈ વીરડીયા (નિકાવા), શ્રી શક્તિસિંહ જાડેજા (ભંગડા), શ્રી કરશનભાઈ માનાણી, શ્રી દિલીપભાઈ ચિકાણી, મનોજભાઈ શુક્લ, શ્રીમતિ ભાવનાબેન ખખ્ખર તેમજ ગામનાં અગ્રણીઓ, ગૌ રક્ષકો, ગૌ પ્રેમીઓ, શુભેચ્છકો તેમજ ‘ગૌ સેવા પર્વ’ ને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ સનાતની ભાઈ- બહેનોનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
