ગુજરાત ભૂમિ, દાહોદ
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકા ખાતે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના વરદ હસ્તે કરોડ ૮૬ લાખના ખર્ચે બનનાર બસ વર્ક શોપનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોનું ગુલદસ્તો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બસ વર્કશોપનું ભૂમિપૂજન કરીને વર્કશોપ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ વર્કશો પ કરોડ અને ૮૬ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. વર્કશોપ માટેની જમીનનો અંદાજિત વિસ્તાર ૧૮૧૭૬ ચો. કી મી. છે. રાજ્ય સરકાર તરફથી નિગમને નવીન વર્કશોપ માટે ગોધરા એસ. ટી. વિભાગના બારીયા મુકામે આર. સી. સી. ફ્રેમ સ્ટ્રક્ચર વાળું તેમજ ઉત્તમ સુવિધા યુક્ત વર્કશોપ બનાવવામાં આવશે.
આ પ્રસંગે પૂર્વ મંત્રી તેમજ દેવગઢ બારીયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ, નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ, એ. સી. એફ. શ્રી મિતેશ પટેલ, દાહોદ ભાજપા પ્રમુખ સ્નેહલ ધરીયા, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, નગરપાલિકા ચીફ ઓફિસરસુ નિનામા, દેવગઢ બારીયા પ્રાંત ભગોરા, મામલતદાર પટેલ, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ સહિત એસ. ટી. ડેપોના મેનેજર સહિત એસ. ટી. સ્ટાફ. તેમજ અન્ય અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
