Read Time:54 Second
ગુજરાત ભૂમિ, નર્મદા
ભારત પર્વ 2025માં સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગર ખાતે રજૂ થયેલ રાજસ્થાનની પરંપરાગત કઠપૂતળીની કળાએ સૌનું મન જીતી લીધું.
કઠપૂતળીની કળા રજૂ કરનાર અમદાવાદના કલાકારે જણાવ્યું કે, ભારત પર્વ – 2025માં અમારી કળા રજૂ કરવાની તક મળી તે ગૌરવની વાત છે. કઠપૂતળીનો ખેલ માત્ર મનોરંજન નહીં, પરંતુ સામાજિક સંદેશ આપતું જીવંત માધ્યમ છે.
આજના ટેક્નોલોજી યુગમાં ભલે મનોરંજનના સાધનો બદલાયા હોય, પરંતુ કઠપૂતળી કળાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. હવે આ કળા પપેટ થિયેટરના સ્વરૂપમાં શૈક્ષણિક અને સામાજિક સંદેશ આપવા માટે ઉપયોગમાં લેવાય છે.
