Read Time:1 Minute, 14 Second
ગુજરાત ભૂમિ, નર્મદા
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત ભારત પર્વમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ અને ગુજરાત સરકારના શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા સહભાગી બન્યાં.
સાથે જ ભારત પર્વમાં સહભાગી થયેલા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ જણાવ્યું કે ‘ભારત પર્વ’ દેશની લોક પરંપરા, લોકજીવન અને લોક ચેતનાને જોડતો એક અદભુત સેતુ છે.
ભારત પર્વ 2025માં સહભાગી થયેલા આ તમામ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કલાકારોએ પોતાના રાજ્યના સાંસ્કૃતિક તેમજ પરંપરાગત લોકનૃત્ય પ્રસ્તુત કર્યા.
આ તમામ મહાનુભાવોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં સરદાર પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યારબાદ થીમ પેવેલિયનની મુલાકાત લીધી.
