ગુજરાત ભૂમિ, રાજકોટ
ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમન-૧૯૭૬ની કલમ-૪૧(૧)ની જોગવાઈઓ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા તેમનાં ઠરાવ નં.૧૮ તા.૧૯-૦૭-૨૦૨૨થી ઠરાવ્યા મુજબનાં ગામ મવડીનાં વિસ્તારો માટે મુસદારૂપ નગર રચના યોજના નં.૩૬ મવડી તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવેલ. તે અન્વયે નીચે દર્શાવેલ ગામ માવડીનાં સર્વે નંબરો આવરી લેતા વિસ્તારો માટે સદરહુ મુસદારૂપ નગર રચના યોજના નં.૩૬-મવડી અધિનિયમની જોગવાઈ મુજબ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. સદરહુ યોજનાની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને અધિનિયમની જોગવાઈ હેઠળ તા.૨૦/૦૧/૨૦૨૩નાં રોજ જમીન માલીકોની સભા બોલાવવામાં આવેલ અને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ છે અને એક માસ માટે નાનામવા ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે આવેલ મલ્ટી એક્ટીવીટી સેન્ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસે કચેરીનાં સમય દરમ્યાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખવામાં આવેલ છે.
આજની મીટિંગમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરા, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા, સુરક્ષા અધિકારી આર.બી.ઝાલા, એ.ટી.પી. અજય વેગડ તથા અંબેશ દવે, અડી. આસી. એન્જી. પંકજ પીપળીયા, દિલીપ અગ્રાવત, હેડ સર્વેયર હિરેન ખમ્ભોડીયા સહીત ટી.પી.સ્કીમ વિસ્તારનાં જમીન માલિકો હાજર રહ્યા હતા.
મવડીનાં રેવન્યુ સર્વે નં. ૧૯૪પૈકી, ૧૫પૈકી, ૧૬, ૩૭૦પૈકી, ૩૭૧ થી ૩૮૭, ૩૮૮પૈકી, ૩૮૯પૈકી, ૩૯૦પૈકી, ૩૯૭પૈકી, ૩૯૮પૈકી, ૩૯૯ થી ૪૦૯, ૪૧૦પૈકી તથા ૪૧૧પૈકી જરૂર જણાયે યોજના અંગેના વાંધા સુચનો એક માસમાં લેખિતમાં રજુ કરવાનાં રહેશે, જેમાં ગુણવતાના ધોરણે યોગ્ય લાગે તેવા ફેરફારો વિચારણામાં લેવાશે.
- યોજનાનો હદ વિસ્તાર (ચતુર્સીમા)
ઉત્તરે:- આખરી નગર રચના યોજના નં.૨૭(મવડી)ની હદ તથા મવડી ગામના સર્વે નંબર આવેલ છે.
દક્ષિણે:- મુ.ન.ર.યો.નં.૨૫(વાવડી)ની હદ તથા રૂડા વિસ્તારના પાળ ગામનો સીમાડો આવેલ છે.
પૂર્વે:- આખરી નગર રચના યોજના નં.૧૫(વાવડી)ની હદ તથા મવડી ગામના સર્વે નંબર આવેલ છે.
પશ્ચિમે:- સૂચિત મુ.ન.ર.યો.નં.૩૫(મવડી)ની હદ આવેલ છે.
- યોજનાનુંકુલ ક્ષેત્રફળ ૧૫૩૫૯૨૩ ચો.મી. એટલેકે ૧૫૩.૫૯ હેકટર જેટલું છે
- યોજનાવિસ્તારમાં કુલ ૩૯ સર્વે નંબર અને ૧૦૯ મૂળખંડ આવેલ છે, જેની સામે ખાનગી તથા સરકારી જમીનોને કુલ ૧૭૦ અને રાજકોટ મહાનગરપાલિકાને અનામત જમીન તરીકે ૭૯ મળીને ૨૪૯ અંતિમખંડ બનાવવામાં આવેલ છે
- રાજકોટમહાનગરપાલિકા માટે એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ. માટે ૧૫, રહેણાંક વેંચાણ માટે ૧૩, વાણિજ્ય વેંચાણ માટે ૦૯, સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ૧૪ તેમજ ગાર્ડન/ઓપન સ્પેસ/પાર્કિંગ હેતુ માટે ૨૮ પ્લોટ્સ મળીને કુલ ૭૯ અંતિમખંડોની ૩,૫૦,૬૬૩ ચો.મી. જમીન અનામત રાખવામાં આવેલ છે.
- ૨૮૨૪૮૭ચો.મી. જેટલાં ૯ મી., ૧૨ મી., ૧૫ મી., ૧૮ મી., ૨૪ મી. ,૩૦ મી.અને ૪૫ મી. પહોળાઈનાં અલગ-અલગ ટી.પી. રોડ રાખવામાં આવેલ છે.
- સરકારીજમીનમાં કપાતની સરેરાશ ટકાવારી ૩૬.૭૩ %
- ખેતીનીજમીનમાં કપાતની સરેરાશ ટકાવારી ૩૯.૯૩%
- બીનખેતીનીજમીનમાં કપાતની સરેરાશ ટકાવારી ૩૮.૭૦%
- સંપૂર્ણયોજનામાં સરેરાશ કપાતની સરેરાશ ટકાવારી ૩૯.૧૧%
- સદરહુયોજનાનો મુસદ્દો તૈયાર થઇ ગયેલ હોઈ નાનામવા ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે આવેલ મલ્ટી એક્ટીવીટી સેન્ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસે જાહેર રજાનાં દિવસો સિવાયનાં દિવસોએ કચેરીનાં સમય દરમ્યાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખવામાં આવેલ છે.