ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત આજે તા. ૨૦-૦૧-૨૦૨૩ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ નાનામવા સર્કલ પાસે આવેલ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)ની મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ વેસ્ટ ઝોન ઓફિસ ખાતે ટી.પી.સ્કીમ નં.૩૬નાં જમીન માલિકો સાથેની વેસ્ટ ઝોન ઓફિસ ખાતે ટી.પી.સ્કીમ નં.૩૬નાં જમીન માલિકો સાથેની મીટિંગમાં થઇ રહેલી કાર્યવાહીનું પણ નિરીક્ષણ કર્યું હતું.
શહેરમાં થતી ગંદકી તથા ગાર્બેજ, રસ્તે રખડતા પશુઓ અને ડ્રેનેજ લાઈન લીકેજને લગતી ફરિયાદો વગેરેનું તાત્કાલિક નિવારણ લાવવા ICCCના માધ્યમથી પણ પ્રયાસ કરવા પર મ્યુનિ. કમિશનરએ ભાર મુક્યો હતો.
વેસ્ટ ઝોન ઓફિસ ખાતે મવડી વિસ્તારમાં આવેલ ટી.પી. સ્કીમ નં. ૩૬નાં જમીન માલિકોને ટી.પી.સ્કીમ અંગે સમજાવવાની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેની પણ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ મુલાકાત કરી થઇ રહેલી કાર્યવાહીનું પણ નિરીક્ષણ કર્યું હતું.
આજની વિઝિટમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, આઈ.ટી. હેડ સંજય ગોહેલ, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, આસી. મેનેજર વત્સલ પટેલ, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર હાજર રહ્યા હતા.