Read Time:1 Minute, 6 Second
હિન્દ ન્યુઝ, વડોદર
એકતા નગરના પ્રકાશ પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતનું પ્રતિક ‘ગ્રીન ટ્રી’ બન્યું આકર્ષણનું કેન્દ્ર
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતના એકતા નગર ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના પરિસરમાં ભવ્ય ભારત પર્વ–૨૦૨૫નું આયોજન થયું છે. આ પ્રથમ વખત છે કે ભારત પર્વ દિલ્હીની બહાર યોજાઈ રહ્યો છે, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ ગુજરાતે આ પર્વને ભવ્યતા આપી છે.
આ પર્વ દરમિયાન દેશની વિવિધતામાં એકતાનું પ્રતીક દર્શાવતા સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ અને દેશભક્તિપ્રેરિત કાર્યક્રમોનું આયોજન થયું છે.
