Read Time:48 Second
હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુ નાનક જયંતી નિમિત્તે ગાંધીનગર જિલ્લાના પોરમાં ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન પૂજન કર્યા.
મુખ્યમંત્રીએ ગુરૂદ્વારા ખાતે ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન કર્યા તેમજ પૂજા-અર્ચના કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે અરદાસ લગાવી.
આ પ્રસંગે ગુરૂદ્વારાના મુખ્ય સેવકએ મુખ્યમંત્રીનું ખેસ તથા સુવર્ણ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરીને સ્વાગત કર્યું.
