દાહોદ
જીલ્લાના તમામ મતદાર નોધણી અધિકારીઓની કચેરી ખાતે મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ બાબતે તમામ BLOs ની તાલીમ યોજવામાં આવેલ, સદરહુ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર યોગેશ નિરગુડે દ્વારા વર્ચ્યુઅલ તાલીમ આપવામાં આવી હતી.
મતદારયાદીનો ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમના ગણતરીના તબક્કામાં BLOs દરેક વર્તમાન મતદારને ગણતરી ફોર્મ (EF) નું વિતરણ કરશે, તેમજ મતદાર પાસેથી ભરેલ ગણતરી ફોર્મ (EF) પરત લઈને ઓનલાઈન અપલોડ કરશે, તેમજ ગણતરીના તબક્કામાં BLO તેમના વિસ્તારમાં ઘરે ધરે ફરીને મૃતકો, કાયમી સ્થળાંતર થયેલા અને એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની ઓળખ કરશે તેવી સૂચના આપવામાં આવી.તેમજ જણાવ્યું હતું કે તમામ BLOs અને BLO supervisor ને ખાસ સધન સુધારણા (SIR) લક્ષી જોગવાઈઓ ને ધ્યાને રાખીને સમયમર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવુ તેમજ ગંભીરતાથી કામગીરી કરવી. અને ERO તેમજ AERO એ પોતાના AC માં સતત મોનીટરીંગ કરી તબક્કા મુજબ કામગીરી કરવાની રહેશે.
આ તાલીમ દરમ્યાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી હેતલ વસૈયા, (ઈ.ચ)મામલતદાર ચુંટણી સહિત વર્ચ્યુઅલ માધ્યમ થકી દાહોદ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તેમજ જીલ્લાના તમામ BLOs ઉપસ્થિત રહ્યા હતા.
