Read Time:54 Second
ગુજરાત ભૂમિ, મોરબી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતે દાદા ભગવાનની 118મી જન્મજયંતી મહોત્સવમાં સહભાગી બન્યા. મહોત્સવના દ્વિતીય દિવસે સીમંધર સ્વામી તેમજ દાદા ભગવાનને પૂજન-અર્ચન, આરતી ઉતારી જગતના કલ્યાણની કામના કરી.
આ તકે દીપકભાઈએ મુખ્યમંત્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ-6 અર્પણ કર્યું હતું. દીપકભાઈએ પોતાના પ્રવચનમાં કર્મ, કર્તાની ભાવના, દુનિયાના દુ:ખોથી મુક્તિ, શુદ્ધ આત્મા, માનવ અને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ AI ક્ષણે ક્ષણે જાગૃતિની ભાવના કેળવવી સહિત જ્ઞાનની વાત કરી હતી.
