ગુજરાત ભૂમિ, સુરત
પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે સંયુક્ત માહિતી નિયામક તરીકે પદભાર સંભાળતા અરવિંદ મછારનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું
પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે માહિતી ખાતાના દક્ષિણ ઝોનના નવનિયુક્ત સંયુક્ત માહિતી નિયામકશ્રી અરવિંદ મછારનું સુરત માહિતી પરિવારે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
કચેરીના વિવિધ સંવર્ગના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત નિયામક (જોઈન્ટ ડિરેક્ટર)ને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. વિધિવત પદભાર સંભાળનાર મછારની જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધી અને જિલ્લા વહીવટી તંત્ર અને સંચાર માધ્યમો સાથે સુસંકલનની ભૂમિકા અગત્યની સાબિત થશે. ‘ટીમ માહિતી’ હકારાત્મક પ્રસાર-પ્રચારના માધ્યમથી લોકકલ્યાણકારી યોજનાઓ સુરત જિલ્લાના પ્રજાજનો સુધી પહોંચાડશે તેવી કટિબદ્ધતા નવનિયુક્ત JDI એ દર્શાવી હતી.
નાયબ માહિતી નિયામક તરીકે નર્મદા જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા અરવિંદ મછારનું સંયુકત માહિતી નિયામક તરીકે પ્રમોશન થતા સુરત પ્રાદેશિક માહિતી કચેરીનો પદભાર સંભાળ્યો હતો.
