Read Time:1 Minute, 6 Second
ગુજરાત ભૂમિ, નર્મદા
પ્રાચીન આદિવાસી ચિત્રકળા ‘પીઠોરા આર્ટ’ને નવી પેઢી સુધી જીવંત રાખતા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પરેશભાઈ રાઠવા…
રાષ્ટ્રીય એકતા દિવસ – 2025; સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે એકતા નગર ખાતે વિવિધ ઈમારતોને પીઠોરા પેઈન્ટિંગથી સુસજ્જ બનાવાઈ…
વર્ષ 2020થી એકતા નગર ખાતે સરકારી ઈમારતો પર પીઠોરા આર્ટ પેઈન્ટિંગ કરનાર પરેશભાઈ રાઠવાને ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્હસ્તે ‘પદ્મશ્રી’ એવોર્ડ, વર્ષ 2020-21માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ્હસ્તે શ્રેષ્ઠ કલાકાર એવોર્ડ અને વર્ષ 2021માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ટુરિઝમ એવોર્ડથી સન્માનિત કરાયા છે.
