Read Time:1 Minute, 6 Second
ગુજરાત ભૂમિ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દહસ્તે તેમજ વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં નાગરિકોની સેવામાં નવીન 201 એસ.ટી. બસને લીલી ઝંડી આપી ગાંધીનગર ખાતેથી પ્રસ્થાન.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ દિવાળીના તહેવારોમાં રાજ્યના દરેક નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકે તે માટે એકસ્ટ્રા 4,200 બસોના સંચાલનનો પણ પ્રારંભ કરાવ્યો.
તાજેતરમાં જ ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા ભાદરવી પૂનમ દરમિયાન અંબાજીના મેળા માટે 28,000થી વધુ, પવાગઢ આસો નવરાત્રિ માટે 22,000થી વધુ અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન 7,000થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરીને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાનો પરિચય કરાવ્યો હતો.
