Read Time:1 Minute, 2 Second
ગુજરાત ભૂમિ, દાહોદ
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૪ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૦૭ થી તા.૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી હાથ ધરવામાં આવી છે. ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના જુના બારિયા ગામમાં પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઈ બારિયા દ્વવારા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાટે તાલીમ આપવામાં આવી હતી. જેમાં પ્રાકૃતિક ખેતી થકી થતા ફાયદાઓ અને રાસાયણિક ખેતી થકી થતા નુકસાન અંગે વિસ્તાર પૂર્વક જાણકારી આપવામાં આવી હતી.
