Read Time:59 Second
ગુજરાત ભૂમિ, મેહસાણા
VGRCના બીજા દિવસે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા ‘ક્વોલિટી એક્સેલન્સ – જર્ની ટુવર્ડ્સ વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ વિષય પર સેમિનાર યોજાયો.
નિષ્ણાતોએ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો, ગુણવત્તા માનકો, ગ્રાહક જાગૃતિ અને વિવિધ સંસ્થાઓની કામગીરી અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું.
આ સેમિનારમાં ક્વોલિટી કાઉન્સિલ ઈન્ડિયા અને સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ વચ્ચે સ્કિલ ડેવલપમેન્ટ માટે MoU એક્સચેન્જ કરાયા.
