મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જામનગર જિલ્લાની ૩૧ ગૌશાળા તથા પાંજરાપોળ માટે રૂ. ૧.૮૪ કરોડની આર્થિક સહાય મંજૂર કરતા જિલ્લા કલેક્ટર  કેતન ઠક્કર

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જામનગર જિલ્લાની ૩૧ ગૌશાળા તથા પાંજરાપોળ માટે રૂ. ૧.૮૪ કરોડની આર્થિક સહાય મંજૂર કરતા જિલ્લા કલેક્ટર  કેતન ઠક્કર
Views: 15
0 0

Read Time:1 Minute, 54 Second

ગુજરાત ભૂમિ, જામનગર

જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ- ૨૦૨૫- ૨૬ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક મળી હતી. જેમાં કલેકટર દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી અપાઈ છે.

આ યોજના અંતર્ગત એપ્રિલ -૨૫ થી જૂન-૨૫ (પ્રથમ હપ્તો વર્ષ ૨૦૨૫-૨૬)ના કુલ ૯૧ દિવસ પ્રમાણે પશુ નિભાવ સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર કુલ ૩૪ સંસ્થાઓએ અરજી કરેલ હતી. તે પૈકી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા ૧,૦૦૦ થી ઓછી ધરાવતી કુલ ૩૧ સંસ્થાઓની અરજીઓ મંજૂર કરવામા આવી છે.

આમ, જિલ્લામાંથી કુલ ૩૧ સંસ્થાઓના પ્રથમ તબક્કાના કુલ ૬૭૬૨ પશુઓ માટે પ્રતિ દિન રૂ.૩૦/પશુ લેખે કુલ ૧,૮૪,૬૦,૨૬૦ રૂપિયાની સહાય કલેકટરશ્રી કેતન ઠક્કર દ્વારા મંજૂર કરવામાં આવી અને મંજૂર થયેલ અરજીઓને ચુકવણા માટે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવશે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પંચાયત- જામનગર, નાયબ પશુપાલન નિયામકશ્રી, ઘનિષ્ટ પશુસુધારણા યોજના-જામનગર, સમિતિના જિલ્લા કક્ષાના પ્રતિનિધિ અને સમિતિના સભ્ય સચિવશ્રી નાયબ પશુપાલન નિયામક ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *