Read Time:1 Minute, 7 Second
ગુજરાત ભૂમિ, ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને સર્વગ્રાહી વિકાસના 24 વર્ષની ઉજવણીના ‘વિકાસ સપ્તાહ’ના પ્રારંભે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ તથા વરિષ્ઠ સચિવઓ અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમમાં યોજાયેલા સામૂહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં મન-કર્મ-વચનથી દેશ માટે સમર્પિત ભાવ સાથે સંપૂર્ણ યોગદાન આપવા ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, https://pledge.mygov.in/bharat-vikas પોર્ટલ પર #VikasSaptah2025 અંતર્ગત નાગરિકો ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ ઓનલાઈન લઈ શકશે તેમજ પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકશે.
