ગુજરાત ભૂમિ, ડાંગ
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ કાકરદા ગામના વતની રમેશભાઈ વળવી, જે ગત દિવસોમાં વરસેલાં ભારે વરસાદના કારણે પુર્ણા નદીના પ્રવાહમાં તણાઇ ગયાં હતાં. જે વ્યક્તિની લાશ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં મળી આવી હતી. જેથી ડોલવણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા જરૂરી કાર્યવાહી કરી મૃતકના વારસદાર ને ચેક સહાય આપવામાં આવી હતી.
આજરોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ તેમજ વ્યારાના ધારાસભ્ય મોહનભાઇ કોંકણી દ્વારા મૃતક પરિવારને મળીને સાંત્વના આપી હતી. તેમજ મૃતક ના વારસદાર શ્રીમતી સરતાબેન રમેશભાઈ વળવીને સરકારના કુદરતી આફતના ધારા ધોરણ મુજબ રૂા.૪,૦૦,૦૦૦/-ની સહાયનો ચેક વિતરણ કર્યો હતો.
આ પ્રસંગે વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઇ ગાવિત, ગામના સંરપર શ્રીમતી કલ્પનાબેન, કાલીબેલ આર.એફ.ઓ એસ.કે.કોંકણી સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
