Read Time:1 Minute, 13 Second
ગુજરાત ભૂમિ, બોટાદ
બરવાળા નગરપાલિકા ખાતે શહેરી વિકાસ વર્ષ 2025ની થીમ હેઠળ પી.એમ. સ્વનિધિ 2.0 મેળાનું બરવાળા નગરપાલિકા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બરવાળા નગરપાલિકા પ્રમુખ જગદીશભાઈ ચાવડા, ઉપપ્રમુખ અમૃતાબેન ધોલેરીયા, નગરપાલિકાના કારોબારી ચેરમેન ઈન્દુભાઈ ઝાલા અને અગ્રણી અલ્પેશભાઈ પનારા, નગરપાલિકાના સિનિયર કલાર્ક નિલેશભાઈ વસાણી તથા પી.એમ.સ્વનિધિ યોજનાના કુલ ૧૦૦થી વધારે લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્યાર સુધી આ યોજનાના કુલ 1166 લાભાર્થીઓની લોન બેંક મારફતે મંજૂર કરવામાં આવી છે અને બરવાળા નગરપાલિકાના પ્રમુખ દ્વારા ફેરિયાઓને ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધુ કરવા સમયસર લોનની ભરપાઈ કરી બેન્ક સાથે ક્રેડિટ વધારવી તથા પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
