Read Time:54 Second
ગુજરાત ભૂમિ, સુરત
ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સ્થળો ઉપરાંત પ્રવાસન, ધાર્મિક, ઔદ્યોગિક વિસ્તારો સહિતના સ્થળોએ જનભાગીદારીથી સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરાશે
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના અવસરે દેશભરમાં સ્વચ્છ ભારત મિશનના ૧૧માં વર્ષની ઉજવણી નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ને ‘સ્વચ્છોત્સવ’ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ પખવાડીયાની ઉજવણી કરાશે. જે અન્વયે ગ્રામ/તાલુકા/જિલ્લા પંચાયતો સહિત દરેક વિભાગોમાં સઘન સ્વચ્છતા અભિયાન યોજાશે.
