Read Time:50 Second
ગુજરાત ભૂમિ, સુરત
સુરત શહેરના વેસુના અમુક વિસ્તારનું મહેસુલ હેઠળ પ્રમોલગેશન કરવામાં આવ્યું છે જે જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે.
પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો લેખિતમાં રજુ કરવા અનુરોધ કરવો.
સુરત જિલ્લાના મજુરા તાલુકાના વેસુને સીટી સર્વેમાં દાખલ કરવા માટે જમીન મહેસુલ અધિનિયમ મુજબ મંજુરી મળી છે. જેથી સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ નં.૪ની કચેરીના શીટ નં.૦૦૧૩, ચા.નં.૧૫નું રેકર્ડ તૈયાર કરીને તા.૨૭/૯/૨૦૨૫ના રોજ પ્રમાણિત કરવામાં આવનાર છે.
