Read Time:1 Minute, 1 Second
ગુજરાત ભૂમિ, જામનગર
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલ બરડા વન્યજીવ અભયારણ્ય- ટીંબડી ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થનાર છે. ત્યારે મુખ્યમંત્રીનું જામનગર આગમન થતા એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સ્વાગતમાં ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી તથા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ઉપસ્થિત રહ્યા હતા.
