ભાવનગર
આગામી પ્રજાhસત્તાક પર્વની ભાવનગરની જિલ્લાકક્ષાની ઉજવણી તળાજામાં થવા જઇ રહી છે જે અન્વયે તળાજાના મુખ્ય માર્ગો તેમજ તળાજાનાં શહેરી વિસ્તારના વોર્ડ વાઇઝ વિશેષ ખાસ પ્રકારની સફાઈ ઝુંબેશ ની શરૂઆત કરવામાં આવેલ છે જે અંતર્ગત સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તળાજાની સફાઇની કામગીરી માટે તમામ સાત વોર્ડની અંદર સફાઈ માટે ખાસ સુપરવાઈઝર ની નિમણૂક કરવામાં આવેલ છે આ ઉપરાંત નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી કે.જે.પટેલ મારફતે પણ વોર્ડ વાઇઝ સફાઈની રોજે રોજ માહિતી મેળવી રીવ્યુ કરવામાં આવે છે.
આ માટે સફાઈ વિભાગની સાથે સાથે વોટરવર્ક તેમજ બાંધકામ શાખાના માણસોને પણ આ કાર્યક્રમની અંદર લગાવવામાં આવ્યા છે જેમાં બે જેસીબી ત્રણ ટ્રેક્ટર અને એક ટેમ્પો સાથે રાખીને કામગીરી કરવામાં આવે છે. વધુમાં શહેરના જાહેર માર્ગો જેવા કે ગોપનાથ રોડ અને ગૌરવ પથ પર તેમજ શાકમાર્કેટ અને બજારમાં સફાઈ કરીને જંતુનાશક દવાનો નિયમિત રીતે છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જાહેરમાં ગંદકી ફેલાવનાર સામે કાયદાકીય પગલાં લઈને નોટીસ ફટકારવા સુધીની કામગીરી કરવામાં આવી રહી છે.
તળાજા નગરપાલિકા મારફતે સફાઈ માટે હેલ્પલાઇન નંબર ૦૨૮૪૨૨૨૨૦૨૯ શરૂ કરવામાં આવેલ છે