0
0
Read Time:1 Minute, 0 Second
ગુજરાત ભૂમિ, ભાવનગર
ભાવનગરમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે સર્કિટ હાઉસ, વાઘાવાડી રોડ, ભાવનગર ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપમાં સ્વચ્છ ભરત મિશન (ગ્રામીણ) યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) યોજના, એન. આર. એ. એમ. યોજના તેમજ મનરેગા યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે તાલુકા પંચાયત ભાવનગર પ્રમુખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન જરૂ, તાલુકા વિકાસ અધિકારી પી. કે. રાવત ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભાવનગર તાલુકામાંથી ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યઓ, તાલુકા પંચાયતના સભ્યઓ, સરપંચઓ, તલાટીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.