ગુજરાત ભૂમિ, ભાવનગર
સરકારનાં ગૃહ વિભાગનાં હુકમથી આપવામાં આવેલ આદેશ મુજબ અનુસૂચિત જનજાતીના શિક્ષિત યુવાનો/યુવતિઓ સરકાર દ્વારા આયોજીત હેતુલક્ષી તાલીમનો લાભ મેળવી પગભર થઇને સમાજના મુખ્ય પ્રવાહમાં આમેલ થઇ શકે તેમજ પોલીસ, લશ્કર, બી.એસ.એફ., આર.એ.એફ., સી.આર.પી.એફ., સી.આઇ.એસ.એફ., એસ.એસ.બી તથા સરકારનાં અન્ય વિભાગની ભરતી થવાની/જોડાવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતા પુર્વક પસાર કરી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તે માટે આવા બાળકોને તાલીમ આપવા માટે દિન -૩૦ નો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવનાર છે.
આ તાલીમ માટે ઉમેદવારને સવારનો ચા-નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રીનુ ભોજન માટેની વ્યવસ્થા માટે રૂ.૨,૮૮,૦૦૦/-ની મર્યાદામાં ભોજન પુરૂ પાડવા માટે રસ ધરાવતી વ્યક્તિ/સંસ્થાઓએ પોતાના ભાવ પત્રક દિન-૩ માં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે બંધ કવરમાં મોકલી આપવાના રહેશે. આ તાલીમ માટે ઉમેદવારોને શૈક્ષણિક વાચન અંગેનું સાહિત્ય પુરૂ પાડવા માટે રૂ.૭૨,૦૦૦/-ની મર્યાદામાં પુસ્તકો પુરા પાડવા માટે રસ ધરાવતી વ્યક્તિ સંસ્થાઓએ પોતાના ભાવ પત્રક દિન-૩ માં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે બંધ કવરમાં મોકલી આપવાના રહેશે.
આ તાલીમ માટે ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષાની આગોતરી તૈયારી કરવા માટે સામાન્ય જ્ઞાનની જાણકારી માટે શિક્ષણ આપવા રૂ.૪૮,૦૦૦/-ની મર્યાદામાં શિક્ષણ (શિક્ષક) પુરૂ પાડવા માટે રસ ધરાવતી વ્યક્તિ કે સંસ્થાઓએ પોતાના ભાવ પત્રક દિન-૩ માં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે બંધ કવરમાં મોકલી આપવાના રહેશે તેમ પોલીસ અધિક્ષકની યાદીમાં જણાવાયું છે.