ગુજરાત ભૂમિ, આણંદ
આણંદ જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ સિચાઈ ૨.૦ યોજના અંતર્ગત બોરસદ તાલુકાના રુદેલ અને સૈજપુર ગામે જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ, આણંદ ધ્વારા અમલીકરણ કરવામાં આવતી યોજના હેઠળ વોટરશેડ યાત્રાને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી દ્વારા વોટરશેડ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો.
રમણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે વોટરશેડ યોજના દ્વારા પાણીની બચત, જમીન ધોવાણ અટકાવું, પર્યાવરણ જતન જેવા કુદરતી સંશાધનો થકી જન સમુદાયના વિકાસનો અસરકારક સંદેશો આપવાના હેતુથી વોટર શેડ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રામજનોને જાગૃત કરવાના હેતુસર શાળાના બાળકો ધ્વારા જળસંચય, જળસંગ્રહ, જમીન સંરક્ષણ, પર્યાવરણ બચાવો અંગે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી છે.

આ સ્પર્ધામાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા, તથા જળ, જમીન, પર્યાવરણ અને કુદરતી ખેતીની ઉત્કૃષ્ટ કામગીરી કરેલ ખેડુતો અને ગ્રામજનોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન ગ્રામજનોને જમીન અને સરક્ષણ જતન અને જાળવણીના શપથ લેવડાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક શ્રી જે.વી. દેસાઈ, ગામના સરપંચ શ્રી, ખેડૂતો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
