આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાંથી છેલ્લા બે દિવસ દરમિયાન ૩૫ ટન જેટલો કચરો એકઠો કરી નિકાલ કરાયો

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાંથી છેલ્લા બે દિવસ દરમિયાન ૩૫ ટન જેટલો કચરો એકઠો કરી નિકાલ કરાયો
Views: 36
0 0

Read Time:2 Minute, 17 Second

ગુજરાત ભૂમિ, આણંદ

આણંદ મહાનગપાલિકાના કમિશનર મિલિંદ બાપનાની સુચના મુજબ સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રસ્તા ઉપર રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળમાં મોકલવા માટે કાર્યવાહી હાથ ધરવા તથા રાત્રિના સમયે ખાસ સફાઈ ઝુંબેશ અને ફોગિંગની કામગીરી, પોરા નાશક દવા છંટકાવની કામગીરી કરવા જણાવ્યું છે.

મનપાના મલેરીયા વિભાગ દ્વારા આણંદ શહેરી વિસ્તારમાં પોરા નાશક દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે તથા ફોગીંગ ની કામગીરી તુલસી ગરનાળા વિસ્તારમા કરવામાં આવી હતી, રૂપાપુરા મંગળપુરા વિસ્તારમાંથી ચાર જેટલા રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા છે, જ્યારે સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત આણંદ મહાનગરપાલિકા વિસ્તારના આઝાદ મેદાન, સો ફૂટ રોડ, મહંત સ્વામી ચોક આઝાદ મેદાન, વ્યાયામશાળા તળાવ પાસે,અમુલ પાર્ક કન્ટેનર સિવિલ કોર્ટ રોડ, સરદાર પટેલ બેન્કવેટ હોલ,બાકરોલ તળાવ, મોગરી, ગાયત્રી મંદિર પાસે, આઝાદ મેદાન તળાવ, મઠિયાં ચોરા, જલાદીપ સોસાયટી, કેવલ ટાવર, સેવા સદન રોડ, પાયોનિયર હાઇસ્કૂલ ની સામે, પટેલ નર્સરી પાછળ, સીપી કોલેજ પાસે,લાંભવેલ રોડ, વડતાલ રોડ, બાકરોલ,વોરા સોસાયટી વાળો પોઇન્ટ, ભાલેજ રોડ ઓવરબ્રિજ પાસે ખાસ સ્વચ્છતા ઝુંબેશ અને ખાસ તો રાત્રિ સફાઈ કરવામાં આવી છે અને ૩૫ ટન જેટલા કચરાના ઢગલા ઉપાડીને ડમ્પીંગ સાઈડ મોકલવામાં આવ્યા હતા.

આમ, સમગ્ર આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં સફાઈ ઝુંબેશ દ્વારા મહાનગરને સ્વચ્છ બનાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *